From My Desk
સંદેશ...
આજના આ પરિવર્તનશીલ યુગમાં શિક્ષણમાં પણ સુધારાત્મક અભિગમ અનિવાર્ય બન્યો છે. આજનુ શિક્ષણ ફક્ત પુસ્તકકેન્દ્રિત થઈ ગયુ છે. હકીકતમાં બાળકોમાં રહેલી પ્રચંડશક્તિના ધોધને બહાર લાવી તેમનો સર્વાંગી વિકાસ એ દિશામાં સતત અને સખત પ્રયત્નો કરવા ઍ આજની શાળાાઓની જવાબદારી છે. આજનો વિદ્યાર્થી વર્તમાન સમય ના અને તે પછીના જીવન ના દરેક તબક્કે આવતા પડકારો નો સામનો કરી શકે તે પ્રમાણે સુસજ્જ હોવો જોઈયે. આધારશિલા સંસ્થા પ્રારંભિક વર્ષ થી બાળકોને શિક્ષણ અન સંસ્કાર ની સાથેસાથે જીવન ઘડતર ના પાઠ ભણાવતા સફળજીવન તરફ દોરી જવાના યથાર્થ પ્રયત્નો કરી રહી છે. અને આ બધુ શક્ય બન્યુ છે. અમારા ઉપર સંપૂર્ણ ભરોસો મુકનાર અમારા સન્માનનીય વાલીમિત્રો ના પ્રેમ અને સહકારથી આધારશિલા હંમેશા આ દિશામાં શક્ય એટલા તમામ પ્રયત્નો કરી વિદ્યાર્થીઓના સારા પરિણામો માટે અને સફળજીવન માટે સતત માર્ગદર્શનરૂપ બની રહેશે એની હું ખાતરી આપુ છુ. ઈશ્વર આપણ સૌને સહાય કરે.
બી . જે . પ્રજાપતિ
પ્રિન્સીપાલ